રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી ની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન એક રાહતના સમાચાર ગૃહણીઓ માટે આવ્યા છે. કેમ કે રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલ ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
સીંગતેલની વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસોમાં સિંગતેલના ડબ્બાના ભાવ 130 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. જેના લીધે ડબ્બાનો ભાવ ૨૮૧૦ થી ૨૮૬૦ રૂપિયા પહોંચી ગયો છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ ઘટાડો થયો છે.
કપાસિયા તેલના ભાવમાં ૯૦ રૂપિયા અને પામોલીન તેલમાં રૂપિયા 50 નો તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો છે. તેના લીધે કપાસિયા તેલનો ભાવ ૧૭૫૦ રૂપિયા અને પામોલિન તેલના ડબ્બાનો ભાવ ૧૫૦૫ થી ૧૫૧૦ રૂપિયા પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે, સિંગતેલના ભાવમાં થોડા દિવસો પહેલા ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. તેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. પરંતુ હવે ભાવ ઘટાડો થતા ગૃહિણીઓને થોડી રાહત મળશે. કેમકે આ ભાવ ઘટાડો તેમના બજેટ ને વધારશે.