AhmedabadGujarat

સરકારે બંધબારણે વીજ દરોમાં વધારો કરીને ગરીબ અને મધ્યમ વર્ગ પર નાખ્યો બોજ

રાજ્ય સરકાર દ્વારા એક બાજુ એવી કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં વીજળીના ભાવમાં કોઈપણ વધારો થઈ રહ્યો નથી. પરંતુ હકીકતને જોવા જઈએ તો સરકારે કરેલો આ દાવો પુરી રીતે પોકળ સાબિત થઈ રહ્યો છે. હકીકતમાં સરકાર ગુપચુપ રીતે બંધ બારણે રાજ્યમાં વીજળીના દરોમાં ભાવ વધારો કરી રહી છે. ફ્યુઅલ સરચાર્જ એટલે કે એફપીપીએ નામે વીજળીના દરમાં ફરી ભાવવધારો કરવામા આવ્યો છે. ગુજરાતમાં માસિક 200 યુનિટ ઉપયોગ કરતા રહેણાંકના વીજગ્રાહકો પાસેથી સતત વધુ નાણાં વસૂલાઇ રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગરીબ ગ્રાહકોને પણ વીજ દરમાં વધારો કરીને રાજ્ય સરકાર લૂંટી રહી છે. નાના તેમજ મધ્યમ વર્ગના પરિવારો પાસેથી માસિક 138 જેટલા રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યાં છે. ગ્રાહકો પાસેથી ગત એપ્રિલ, 2022ના મહિનામાં 200 યુનિટ વીજ વપરાશ કરતા સરકારી ગ્રાહકો પાસેથી સરકાર ફિકસ્ડ ચાર્જ પેટે 70 રૂપિયા, ફ્યુઅલ સરચાર્જ પેટે યુનિટ દીધી 2250 લેખે 500 રૂપિયા તેમજ એનર્જિ ચાર્જ પેટે રૂપિયા 743 વસૂલવામાં આવ્યા હતા. તો એ જ રીતે ચલાઈ વર્ષના એપ્રિલ મહિનાની વાત કરવામાં આવે તો ગત એપ્રિલ 2022માં જે ચાર્જ હતા તેમાંથી એનર્જી ચાર્જ અને ફિક્સ ચાર્જ યથાવત છે, જો કે, ફ્યુઅલ ચાર્જમાં સરકારે ગુપચુપ રીતે ભાવ વધારીને યુનિટ દીઠ રૂપિયા 3.10 કરી દીધો છે. જેના લીધે 120 રૂપિયા વધી ગયા છે. આમ, એક જ વર્ષમાં એક મહિનામાં 200 યુનિટ વીજ વપરાશ કરનારા ગ્રાહકોને સીધો 138 રૂપિયાનો બોજ સહન કરવો પડે છે. ઈલેક્ટ્રિસિટી ડ્યુટી તરીકે એપ્રિલ 2022 માં 15% લેખે જે 137 રૂપિયા ચૂકવવા પડતા હતા તે એપ્રિલ, 2023 માં વધીને 215 રૂપિયા થઈ ગયા છે.

ગત વર્ષે ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારને જે વીજળી 7.55 રૂપિયાના ભાવે મળતી હતી, તે હવે આ પરિવારીઓને 8.27 રૂપિયાના ભાવે મળવાથી વીજ બીલમાં સીધો જ 9 %ભાવ વધારો બતાવે છે. આમ રાજ્ય સરકાર એક બાજુ વીજ બીલમાં કોઈ પણ વધારો થયો નથી તેવું કહીને બંધબારણે ગુપચુપ રીતે વીજ દરમાં ભાવ વધારીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પાસેથી પૈસા વસુલી રહી છે.