કોરોનાના કહેરને જોતા ગુજરાતની શાળાઓને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
ચીનમાં કોરોનાના કહેર વધતા ગુજરાત સરકાર સતકર્તાના પગલા ભરવામાં આવ્યા છે. બાળકો કોરોનામાં સપડાય નહીં તે માટે સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેમાં પણ ખાસકરીને શાળાઓને લઈને સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓને કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા માટે મૌખિક આદેશો આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરાશે.
અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને સખ્તાઈથી સુચના આપવામાં આવી છે. રાજ્યની 32 હજાર પ્રા. શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. સ્કૂલમાં બાળકો 50 ટકા કરવાની પણ ભલામણ કરવામાં આવી છે તેમ છતાં આ બાબતમાં નિર્ણય લેવાય તેવી સંભાવના ઘણી ઓછી રહેલી છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓને આપવામાં આવેલ કોવિડ ગાઈડલાઇન: ગાઇડલાઇનના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ આપવામાં આવી મૌખિક સૂચના..શિક્ષણાધિકારી આ ગાઈડલાઈન ની અમલવારી માટે પરિપત્ર પણ કરશે.જ્યારે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરાવવું પડશે..રાજ્યની 32 હજાર પ્રા. શાળાઓ કોવિડ ગાઇડલાઇનનું પાલન પણ કરાશે.. સ્કૂલો માં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે, ટોળા ભેગા ન થાય તે માટે સ્કૂલોને ધ્યાન આપવા DEO નું સુચન રહેલ છે.
તેની સાથે આગામી દિવસોમાં અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત પણ કરવામાં આવશે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ દ્વારા સ્કૂલોમાં કોરોના ન ફેલાય તે માટે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહેવામાં આવ્યું છે. કોરોના આવે તે પહેલા સાવચેતીના ભાગરુપે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાના કારણે એક જાન્યુઆરીથી સ્કૂલો માં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ તેવી પણ માંગણી કરાય છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપવામાં આવી છે.
તેની સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી કોવિડ ગાઈડલાઇનની અમલવારી માટે પરિપત્ર કરવામાં આવશે. જેમાં હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરાવવામાં આવશે. કોરોનામાં બાળકો ન સપડાય તે માટે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે પરંતુ સરકાર કોઈ પણ ભોગે બાળકો માટે રિસ્ક લેવા ઈચ્છતી નથી.