દેશ વિદેશમાં મા ઉમિયાના ભક્તો પથરાયેલા છે. એક તરફ ગુજરાતના અમદાવાદમાં જ મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર વિશ્વઉમિયાધામ નિર્માણ પામી રહ્યું છે. ત્યારે હવે વિદેશની ધરતી પર પણ મા ઉમિયાનું મંદિર નિર્માણ પામશે. અમેરિકાના કેન્ટુકી સ્ટેટના રિચર્મડ શહેરમાં મા ઉમિયાના નિર્માણ પામેલ મંદિરમાં રવિવારે 21 મે 2023ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે અમેરિકાના 3 રાજ્યો મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં વિશ્વઉમિયાધામના સહયોગથી મા ઉમિયાનું મંદિર નિર્માણ પામશે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વઉમિધામના પ્રમુખ એવા આર. પી. પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની ટીમ હાલ અમેરિકાના પ્રવાસે છે. વિશ્વઉમિયાધામ ટીમની અમેરિકાના ત્રણ રાજ્યોમાં ગયા અઠવાડિયે મિટિંગ યોજાઈ હતી. જેમાં વિશ્વઉમિયાધામની અમેરિકા પ્રવાસે ગયેલી ટીમે અમેરિકાના ઈન્ડિયાના રાજ્યના પોલીસ શહેરમાં, મિશિનગન રાજ્યના ડેટ્રોઈટ શહેરમાં તેમજ કેન્સાસ રાજ્યમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે.
તમને જણાવી દઈએ કે, અમેરિકાના કેન્ટુકી સ્ટેટના રિચર્મડ શહેરમાં નિર્માણ પામેલ મા ઉમિયાનું મંદિરમાં 21મે 2023ના રોજ આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.આ અમેરિકામાં વસવાટ કરતા અંદાજે 10 હજાર જેટલા પાટીદારોએ ભાગ લીધો હતો. પાટલાના યજમાન તરીકે ગુજરાતના 51 પાટીદાર પરિવારો આ કાર્યક્રમમાં જોડાયા છે. મા ઉમિયાનો ઉત્સવ પહેલી વખત આ રીતે અમેરિકાની ધરતી પર યોજાયો હતો.