IndiaNews

લગ્નમાં વરરાજા પહોંચ્યો, બહેનની નણંદે મંડપમાં જ કરી દીધો દાવ, જાણો વિગતે

4 મેના રોજ કૈમુરમાં વરરાજા ધામધૂમથી લગ્ન(Marriage) કરવા પહોંચ્યા હતા. વરરાજા અને કન્યા પક્ષના લોકો ઢોલના નાદે નાચતા હતા.શોભાયાત્રાનું સ્વાગત કર્યા બાદ વરરાજા હજી તો મંડપ સુધી પ્રવેશી રહ્યા હત્યા એ દરમિયાન વરરાજાની પરિણીત ભાભી પણ પહોંચી હતી અને વરરાજાને તેના પતિ તરીકે ઓળખાવતા હોબાળો મચી ગયો હતો. વરરાજાના હોશ ઉડી ગયા અને દુલ્હનના ઘરમાં હોબાળો મચી ગયો. આ પછી બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલુ રહ્યો હતો.

બંને પક્ષો તરફથી આખી રાત સમજૂતીના પ્રયાસો ચાલ્યા. પરંતુ કોઈ પરિણામ ન આવતા આખરે મામલો પોલીસ (Police) સુધી પહોંચ્યો હતો.પોલીસ ઘરે પહોંચી અને વરરાજા સાથે તેને પતિ તરીકે ઓળખાવતી પ્રેમિકાને પોલીસ સ્ટેશન ગઈ. પ્રેમિકાએ પોલીસ સ્ટેશનમાં પણ હંગામો મચાવ્યો અને વરરાજા સાથે જીવન વિતાવવાની વાત કરતી રહી. વરરાજાની પ્રેમિકા 3 બાળકોની માતા છે. તેમના મતે બાળકોની ઉંમર 10 વર્ષ, 8 વર્ષ અને 7 વર્ષ છે.

આ પણ વાંચો: સુરતના 8મું પાસ માસ્ટર માઇન્ડે 901 કરોડનું GST કૌભાંડ કર્યું, આટલા રૂપિયા ક્યાં નાખ્યા તે હજી જાણવાનું બાકી

આ પણ વાંચો: ચારે બાજુ બરફ-બરફ અને ગુફાની અંદર બાબા બર્ફાની, શિવલિંગના દિવ્ય દર્શન કરો

પરિણીત પ્રેમિકા રંજુ કુમારીએ પોલીસ સ્ટેશનમાં દાવો કર્યો હતો કે તે મારો પતિ છે અને બીજી વખત લગ્ન કરી રહ્યો છે જેના કારણે તે પોલીસ સ્ટેશન આવી છે. તેણે કહ્યું કે અમે બંનેએ 2020માં મા મુંડેશ્વરી ધામમાં લગ્ન કર્યા હતા. મહિલાએ જણાવ્યું કે તેણે મને મારા પતિથી અલગ કરી દીધી, મારા પહેલા પતિથી મારે 3 બાળકો છે. મારા પહેલા લગ્ન ગાઝીપુરમાં થયા હતા અને તે પછી તે મારી સાથે દોઢ વર્ષથી બેંગ્લોરમાં રહે છે. હવે તે જાણ કર્યા વિના બીજા લગ્ન કરી રહ્યો છે.

Related Articles