GujaratRajkotSaurashtra

પતિએ પત્નીનો મોબાઈલ ચેક કર્યો, પરપુરુષના મેસેજ વાંચ્યા અને પછી……

રાજકોટથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક પરિણીતા દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં જાણકારી મળી છે કે, પરિણીતાનો મોબાઈલ તેના પતિએ ચેક કર્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કેમકે તેમાં મહિલા કોઈ યુવક સાથે વાત કરતી હોવાનું જોયું હતું. ત્યાર બાદ પરણીતાએ તેના પતિને જણાવ્યું કે, તેને મારી પાસે કપડા ઉતરાવી ફોટોસ માંગ્યા, મિત્રો સાથે સંબંધ બાંધવાનું પણ જણાવ્યું હતું.

ત્યાર બાદ 42 વર્ષીય પરિણીતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરુણભાઈ જોશી નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટની એક પ્રખ્યાત કોલેજના પ્રોફેસર તરીકે ફરજ બજાવનાર 42 વર્ષીય મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મારી એક સ્ત્રી મિત્ર રહેલ હતી. તેથી હું તેની સાથે અવારનવાર ફરતી હતી.

મારી સ્ત્રી મિત્રને લીધે હું તેના મિત્ર અરુણભાઈના સંપર્કમાં આવી ગઈ હતી. મારી સ્ત્રી મિત્ર દ્વારા ત્રણથી ચાર વખત અરુણભાઈ સાથ વાત કરવી હતી. મેં પણ તેની સાથે વાત પણ કરી હતી. વધુમાં પરિણીતાએ જણાવ્યું છે કે, અરુણભાઈ દ્વારા મારી સાથે વાતો કરીને ફ્રેન્ડશિપ કરી હતી. તેઓ અવારનવાર મને એકલતામાં મળવા માટે બોલાવતા હતા. પરંતુ હું તેમને મળવા જતી નહોતી. એકવાર તેમને મને તેમની નોકરીના સ્થળ પર બોલાવી હતી. જ્યાં હું મારી મારી મિત્ર સાથે તેમની ઓફિસમાં ગઈ હતી. ત્યાર બાદ તેણે મારી પાસેથી મારા કપડા વગરના ફોટોસ માંગ્યા હતા. તેના માટે મેં ના પાડી દીધી હતી.

પરંતુ તેને મને ધમકી આપી કે, મારા ફોનમાંનું રેકોર્ડિંગ અને આપણા બે વચ્ચેની વાતોને હું તારા પતિને જણાવી દઈશ. તેથી મેં મારા કપડા વગરના ફોટોસ તેને મોકલ્યા હતા. ત્યાર બાદ તે મને અવારનવાર મળવા માટે બોલાવતો રહેતો હતો. તેની સાથે વધુમાં મહિલાએ જણાવ્યું કે, તે મારા ફોટોસ વાયરલ કરવાની ધમકી આપીને તેને લગભગ 10 થી વધુ વખત મારી મરજી વગર દુષ્કર્મ આચર્યું હતું.

અરુણ દ્વારા ગાંધીગ્રામ ખાતે આવેલ પોતાના મકાનમાં મને લઇ ગયો અને ત્યાં મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં અરુણે મને તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવાનું પણ કહ્યું હતું તેમ છતાં તેની આ વાતને મેં નકારી કાઢી હતી. ત્યાર બાદ એકવાર મારા પતિએ મારા વોટ્સએપ મેસેજને જોઈ લીધા હતા. તેઓએ મને પૂછતા મેં તમામ બાબત તેમને જણાવી દીધી હતી. જ્યારે પરિણીતાના ફરિયાદ આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશમાં અરુણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી અરુણ પાણીનું ટેન્કર ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. આરોપીનો ફોન તપાસ માટે લઇ જવામાં આવ્યો છે.