GujaratRajkotSaurashtra

રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાનની મુંબઈની હોટલમાં કરાઈ કરપીણ હત્યા

રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાનને લઈને મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની મુંબઈની હોટલમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાન કાળાભાઈ રામભાઈ સુવાની મુંબઈ હોટલમાં હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે હત્યા વેઈટરો દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મુંબઈ થાણેના પ્રિન્સ હોટલમાં લૂંટના ઈરાદા પૂર્વક વેઈટર દ્વારા બરફ કાપવાના સુયા વડે કાળાભાઈ રામભાઈ સુવાની હત્યા કરવામાં આવી છે. જાણકારી મુજબ ઉપલેટાના ખાખી જાળીયા ગામના અને વર્ષોથી ઉપલેટા ખાતે રહેનાર અગ્રણી કાળાભાઈ રામભાઈ સુવા કોઈ કારણોસર મુંબઈ ગયેલા હતા. એવામાં તેમણે થાણેની પ્રિન્સ હોટલમાં રોકાણ કર્યું હતું. એવામાં રાત્રીના તેમનો મૃતદેહ મળી આવતા મુંબઈ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસમાં સામે આવ્યું છે કે, હોટલના વેઈટર દ્વારા જ બરફ કાપવાના છૂરાથી કાળાભાઈની હત્યા કરવામાં આવી હતી. વેઈટર દ્વારા બરફ કાપવાના સુયા વડે કાળાભાઈના ચહેરા તેમજ ગરદનના ભાગમાં 10 થી વધુ ઘા મારવામાં આવ્યા હતા. હત્યા કર્યા બાદ વેઈટર તેમની પાસેની રોકડની બેગ, કિંમતી ઘડિયાળ અને સોનાની વીંટી લઈને ભાગી ગયો હતો.

મુંબઇ પોલીસ દ્વારા વેઈટરને પકડવા માટે તપાસ શરુ કરી છે. જ્યારે બીજી તરફ કાળાભાઈ સુવાના કુટુંબીજનો તેમનો પાર્થિવ દેહ લેવા માટે રવિવારના મુંબઈ આવ્યા હતા. કાળાભાઈ રામભાઈ સુવા ઉપલેટાના આહીર સમાજના નામાંકિત ઉદ્યોગપતિમાંથી એક  છે. જ્યારે તેમની અંતિમયાત્રા આજ સાંજના તેમના ઉપલેટાના ઘરથી નીકળશે.

 

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે