ગાંધીનગરની અડાલજ નર્મદા કેનાલથી જાણકારી સામે આવી છે કે એક પ્રેમી-પંખીડા દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. ગાંધીનગરના સેકટર – 24 ના પ્રેમી પંખીડાની હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશો મળી આવી હતી. આ બંને બે દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયા હતા તે મામલામાં સેકટર – 21 પોલીસ સ્ટેશનમાં સગીરાની માતા દ્વારા અરજી પણ કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરનાં સેકટર – 24 ના કુમળીવયના પ્રેમી પંખીડા દ્વારા ગૃહ ત્યાગ કરીને અડાલજ નર્મદા કેનાલમાં જળ સમાધિ લઈ જીવન ટૂંકાવી લેવામાં આવ્યું હતું. ગાંધીનગરના સેકટર – 24 છાપરામાં રહેનાર 18 વર્ષીય વિશાલ લાલા ભાઈ ભાટી અને 16 વર્ષીય સગીરા એકબીજાના પ્રેમમાં રહેલા હતા. તેના લીધે બે દિવસ પહેલા બંને પ્રેમી પંખીડા ઘરેથી નાશી ગયા હતા. બંને જણા ગઈ કાલ રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. પરંતુ બંનેમાંથી કોઈની પણ જાણકારી મળી નહોતી. અંતે સગીરાની માતા દ્વારા સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.
એવામાં ગઈકાલથી સગીરાની કેનાલ તરફ પણ તપાસ કરવામાં આવી હતી. જ્યારે આજે સવારે અડાલજ નર્મદા કેનાલમાં એકબીજાને દુપટ્ટો બાંધેલી હાલતમાં બંને લાશો તરતી દેખાઈ હતી. તેના લીધે અડાલજ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ અરવિંદભાઈ કાફલા સાથે કેનાલ તરફ દોડી આવ્યા હતા. ત્યાર બાદ ગાંધીનગર ફાયર બ્રિગેડની મદદથી બંને લાશોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે પોલીસના સોશિયલ મિડિયા ગ્રુપમાં કેનાલમાંથી લાશ મળી હોવાનો મેસેજ કરવામાં આવ્યો હતો. તેના આધારે મૃતકો સેકટર – 24 ના હોવાની ઓખળ સામે આવી હતી. આ બનાવનાં પગલે પ્રેમી પંખીડાના પરિવારજનો પણ કેનાલે આવી ગયા હતા. આ મામલામાં અરવિંદભાઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બે દિવસ અગાઉ બંને જણા ઘરેથી નીકળી ગયા હતા. જયારે આજે દુપટ્ટો બાંધેલી હાલતમાં અડાલજ કેનાલમાંથી બંનેની લાશ મળી આવેલ છે. બન્ને પરિવારમાં આ સમાચારથી શોકનું મોંજુ છવાઈ ગયું છે. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.