પ્રેમીએ છેલ્લી મુલાકાતનું કહીને પરિણીતા સાથે રસ્તા વચ્ચે જ કર્યું આ કામ

અમદાવાદ શહેરમાં એક બાળકનું અપહરણ થયાની જાણ થતાં જ પોલીસે ગંભીરતા દાખવીને ગણતરીના કલાકોમાં જ અપહરણ કરનારની ધરપકડ કરીને બાળકને સહી સલામત છોડાવ્યો હતો. જો કે અપહરણ કરનારનું પૂછપરછ કરવામાં આવી તો ચોંકાવનારી બાબતો સામે આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રહેતી પરિણીતા તેના બે સંતાનોને લઈને સિંગરવા ખાતે લગ્ન પ્રસંગમાં ગઈ હતી. ત્યાંથી પરિણીતાના પડોશમાં જ વસવાટ કરતા તેના પ્રેમી પ્રકાશ દંતાણીએ પરિણીતા તેમજ તેના બંને સંતાનોને બાઈક પર બેસાડ્યા ત્યારપછી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફર્યો હતો. બાદમાં બાપુનગર ખાતે પ્રકાશે પરિણીતા તેમજ તેની પુત્રીને નીચે ઉતારીને પરિણીતા સાથે ઝઘડો કરોને મારકૂટ કરી હતી. અને બાદમાં તે પરિણીતાના 13 મહિનાના પુત્રને લઇને ભાગી ગયો.

ઉલ્લેખનીય છે કે, પ્રકાશ પરિણીતાના પુત્રને લઈને ભાગી જતા પરિણીતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ ફરિયાદને ગંભીરતાથી લઈને અપહરણકર્તા ઓરકાશ દાંતાણીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને બાળકને સહીસલામત બચાવી લેવામાં આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, પરિણીતાના પતિને એક વર્ષ અગાઉ આ બંનેના પ્રેમ સંબંધની જાણ થઈ જતા પરિણીતાએ પ્રકાશ સાથે તમામ સબંધ તોડી નાખ્યો હતો. જોકે પ્રકાશ સતત પરિણીતાને તેના પતિ જોડેથી છૂટાછેડા લઇ લેવા માટે દબાણ કરતો હતો. બે દિવસ અગાઉ પરિણીતા સિંગરવા ખાતે લગ્ન પ્રસંગમાં ગઈ ત્યારે પ્રકાશે છેલ્લી વખત મુલાકાત કરવા માટે કહ્યું હતું. અને બાદમાં તેણે પરિણીતા અને તેના સંતાનોને બાઇક પર બેસાડીને અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ફેરવ્યા હતા. અને પછી બાપુનગર ખાતે પરિણીતા સાથે મારકુત કરીને તેના 13 મહિનાના બાળકનું અપહરણ કરી ત્યાથી ભાગી ગયો હતો. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.