AhmedabadGujarat

પ્રેમિકાનું અપહરણ કરીને પ્રેમીએ હોટેલમાં આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક યુવતીની સાથે તેની માતા સાથે કામ કરનારે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિતાની ફરિયાદના આધારે હાલ તો પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. પીડિતાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, આરોપીઓમાંથી એક જણાએ તેનું અપહરણ કર્યું અને તેના ઘરમાંથી દાગીના અને રોકડ રકમ ચોરી કરવા માટે મજબૂર કરી હતી. પીડીતાએ તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર પર આરોપ મુક્ત કાબ્યુ છે કે આ બંને જણાએ મારા પર દુષ્કર્મ આચર્યું છે. અને ગુનામાં મદદ કરવા તેમજ આરોપીઓને ઉશ્કેરવાનો આરોપ બીજા એક મિત્ર પર લગાવ્યો છે. હાલ તો ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાની ફરિયાદના આધારે હાલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાની માતા અને આરોપી ઇસમ બંને એક જ જગ્યાએ કામ કરતા હતા. આરોપી અને પીડિતા બંનેની મુલાકાત પીડિતાની માતા દ્વારા જ થઈ હતી. પીડિત અને આરોપી વચ્ચે ખૂબ જ સારો સંબંધ બંધાયો અને બંને જણા એકબીજા સાથે ફોન પર વાતચિત કરવા લાગ્યા હતા.

પીડિત યુવતીએ આરોપ મૂક્યો છે કે, ઈસરાર નામના ઇસમે તેને ફસાવી હતી. ઇસમે 14મેના તોજ ઘરેથી ભાગી જવાની યોજના બનાવી હતી. અને એટલે જ જ્યારે પીડિતાની માતા અને ભાઈ બન્ને સુઈ રહ્યા હતા તે દરમિયાન ઇસરાર પીડિતાને ભગાડવા માટે તેના ઘરે ગયો હતો. ઘરેથી ભાગતી વખતે ઇસરાર પાસે પૈસા ન હોવાથી આરોપી ઇસરારે પીડિતાને દાગીના અને રોકડ રકમ લેવા માટે કહેતા યુવતીએ પોતાના જ ઘરમાં ચોરી કરી હતી. બાદમાં બંને જણા ત્યાંથી નીકળ્યા ત્યારે પીડિતાનો પ્રેમી અને તેનો મિત્ર બાઈક પર પર ઉપાડીને લઈ ગયા હતા. ત્યારપછી ઈસરારે ધાનેરાની એક હોટલમાં પીડિતાને લઈ જઈને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર કેસમાં પોલીસે હાલ તો ત્રણ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અને ત્રણેય આરોપીઓ જેમાં છોટુ ઈસરાર, મિલન ઠાકોર અને રિંકુ ગોહિલની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.