GujaratAhmedabad

હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડીને લઈને કરી મોટી આગાહી….

ગુજરાતમાં થોડા દિવસોથી ઠંડીએ જોર પકડ્યું છે. જ્યારે ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેવાનું છે. ગુજરાતમાં હાલ સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવાઈ રહી છે. એવામાં અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ ને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, રાજ્યમાં હાલ પાંચ દિવસ વાતાવરણ સુકૂં બન્યું રહેશે. હાલ વરસાદની કોઇ શક્યતા રહેલી નથી. હાલ કોઇ ચેતવણી અપાઈ નથી. જ્યારે રાજ્યના તાપમાન અંગે વાત કરવામાં આવે તો નલિયામાં લઘુત્તમ તાપમાન 14 રહ્યું હતુ. જ્યારે ગાંધીનગર લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આ સિવાય અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14, રાજકોટનું 15, વડોદરાનું 13 અને સુરતનું 17 ડિગ્રી તાપમાન રહ્યું હતું. તેમ છતાં પાચં દિવસ સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેના પછી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.

રાજ્યમાં રાજ્યમાં થોડા દિવસ પહેલા બદલાયેલા હવામાનના લીધે તાપમાનના પારામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર ગાંધીનગર ઉપર પણ પડી હોય તેવું જોવા મળી રહ્યુ છે. આ સાથે ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના લીધે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાના લીધે ગાંધીનગરમાં ઠંડીએ જોર પકડ્યું છે. એવામાં ફરીથી અચાનક જ વાતાવરણમાં પલટો થવાના લીધે મહત્તમ અને લઘુતમ તાપમાનના પારામાં વધઘટ જોવા મળી રહી છે.