રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે. તેમાં પણ છેલ્લા થોડા દિવસોથી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના લીધે પાણી ભરાઈ જવાના લીધે પૂર આવતા ઘણા જિલ્લાઓમાં ઘણા ગામો પણ સંપર્ક વિહોણા બની ગયા છે. એવામાં આજે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેની સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ,આણંદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં યલો એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગ દ્વારા તેની સાથે રવિવારના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અને સોમવારના સુરત, નવસારી, વલસાડ,દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે થી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.