દેશમાં હાલ ચારોતરફ વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. થોડા દિવસોથી સતત વરસાદ વરસી રહી છે. તેની સાથે 12 જુલાઈ સુધી ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેલી છે તેમ છતાં પછી તેમા ઘટાડો જોવા મળશે. ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ જણાવ્યા મુજબ, આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે. આવતીકાલથી ફરી મેઘરાજા વરસવાની શક્યતા રહેલી છે. આજે ગુજરાતમાં કેટલીક જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આજે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર અને વડોદરા વરસાદી માહોલ બનશે. તેની સાથે આજના દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી નથી
તેની સાથે 12 થી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 12 જુલાઈના અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. ત્યારે 13 જુલાઈના રોજ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે અને 14 જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેલી છે.