AhmedabadGujarat

વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવાં આવ્યું છે કે, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદ અને ગાંધીનગરમાં સામાન્યથી ભારે વરસવાની શક્યતા રહેલી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા મંગળવાર એટલે ૧૧ તારીખના પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આણંદ, ભરૂચ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે. આ સિવાય બુધવારના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, વરસાદી માહોલની ત્રણ સીસ્ટમ સક્રિય થતા ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના બીજા રાઉન્ડમાં ગુજરાતના દરેક જિલ્લાઓઆ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.