AhmedabadGujarat

હવામાન વિભાગે કરી મોટી આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળશે

દેશભરમાં હાલ ચોમાસાનો માહોલ બન્યો છે.એવામાં પૂર્વથી લઈ પશ્ચિમ અને ઉત્તરથી લઈ દક્ષિણ સુધીમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેમ છતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે અને બે દિવસથી વરસાદનું પ્રમાણ પણ ઘટ્યું છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગ દ્વારા વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે. તેના અનુસાર આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ૬ જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. તેના સિવાય અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

જયારે હવામાન વિભાગ મુજબ, 7 જુલાઈના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે સુરત, તાપી અને બોટાદ, જૂનાગઢ, અમરેલીમાં પણ 7 જુલાઇના રોજ ભારે વરસાદ જોવ મળી શકે છે.