રાજયમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવે કમોસમી વરસાદના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં ૨૮ અને ૨૯ મેના રોજ કમોસમી વરસાદ વરસશે. જ્યારે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરવી છે.
તેની સાથે કમોસમી વરસાદ બાદ ગુજરાતના વાતાવરણમા ફેરફાર જોવા મળશે. લોકોને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના લીધે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. તેની સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન જોવા મળી શકે છે. તે કારણોસર માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. જ્યારે બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે ડિઝાસ્ટર વિભાગ દ્વારા તમામ એપીએમસીને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરાના કેટલાક વિસ્તારમાં ૨૮ અને ૨૯ તારીખના વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદથી રાજ્યમાં ગરમીથી લોકોને રાહત આપશે.. વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી લોકોને મુક્તિ મળશે. તેની સાથે વાતાવરણમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો જોવા મળશે. જ્યારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. તે કારણોસર 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં અવાયું છે કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ વરસશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે.