AhmedabadGujarat

હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી, રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને આકરી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. જ્યારે કમોસમી વરસાદની પણ શક્યતા રહેલી નથી. તેમ છતાં અરબી સમુદ્ર થી આવતા ભેજવાળા પવનો ના લીધે રાજ્યમાં  બફારો વધી ગયો છે. વાદળછાયા વાતાવરણ અને બફારા ની સાથે છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. તેમ છતાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. જ્યારે શહેરોમાં 41 થી 42 ડિગ્રી આજુબાજુ તાપમાન બન્યું રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વાતવરણ સામાન્ય રહેશે. જ્યારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી નથી. તેની સાથે પશ્ચિમ તરફથી હવા આવવાના લીધે બફારો બન્યો રહેશે.

તેની સાથે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સતત ફૂંકાઇ રહેલા ભેજવાળા પવનના લીધે તાપમાન ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલના તાપમાન એક ડીગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં હવામાનની આગાહી મુજબ, રાજ્યમાં હજુ પણ થોડા ગરમીનો પારો સામાન્ય પરંતુ ગરમી યથાવત રહેવાની છે.