રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીની સાથે રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
હવામાન વિભાગે 23 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેના સિવાય ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, બોટાદ, છોટા ઉદેપુર અને કચ્છમાં પણ વરસાદની ભારે આગાહી કરી છે. આ સિવાય પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાને લીધે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સિઝનનો 40% વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં 20% વરસાદ ઓછો વરસ્યો છે.
હવામાન વિભાગે 23 જુલાઈના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. તેમાં પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. તેની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તેના સિવાય રાજ્યના 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પણ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત અને ગાંધીનગર ના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.