AhmedabadGujarat

રાજ્યમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે કરી આગાહી, અંબાલાલ પટેલે કહ્યું ભારે પવનનો સાથે આવશે વરસાદ

આગામી દિવસોમાં હવામાન કેવું હશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યનું હવામાન આગામી દિવસોમાં સૂકું રહેવાની તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 28 અને 29 તારીખના રોજ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું હવામાન આગામી 5 દિવસોમાં મોટાભાગે સૂકું હવામાન રહેશે તેમજ લોકલ કન્વેક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના હવામાનમાં આગામી દિવસમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, રાજ્યના તાપમાનમાં તે પછી કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નહિવત છે. અમદાવાદનું તાપમાન હાલ 43 ડિગ્રી જેટલું નોંધાયું છે જે આગામી દિવસમાં 41 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ બધા વચ્ચે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરતા કહ્યું કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે, ભારે પવન સાથે 25થી29 તારીખ સુધીમાં વરસાદ પડી શકે છે.

Related Articles