GujaratAhmedabad

હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યમાં વધશે ગરમીનો પારો

આગામી સમય દરમિયાન અપના રાજ્યનું હવામાન કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદ સહિતના ભાગોમાં તપામનનો પારો ઊંચો જવાની પૂરેપૂરી સંભાવના છે. અને જો તેમ થશે તો ગરમીમાં ખૂબ વધારો થશે. હવામાન વિભાગે તાપમાનમાં કેમ વધારો થશે તેના ચોક્કસ કારણો પણ આપ્યા છે.

ઉલવખનિય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યના તપામણાંને લઈને આગાહી કરવામાં આવી છે. અને જણાવ્યું છે કે રવિવારથી ગરમીનું પ્રમાણ વધી શકે છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું છે કે 5 દિવસ સુધી વરસાદ થવાની કોઈ જ સંભાવના નથી. જે સૌ માટે રાહતના સમાચાર છે. હવાના વહેણમાં થઇ રહેલા ફેરફારની અસર રાજ્ય પર પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ એમ જણાવ્યું હતું કે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે.

મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અચાનક જ ગરમીનુ પ્રમાણ વધી ગયા પછી ફરી એકવાર તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ વખતે ગરમીનો પારો સામાન્ય નીચે આવ્યો છે. હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં તાપમાન નોંધ્યું હતું. જેમાં અમરેલી સિવાય બાકી બધા જ વિસ્તારમાં શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 40ની અંદર નોંધાયું છે

ડૉ. મનોરમા મોહંતીએ શું આગાહી કરી છે કે, આજે તાપમાનનું જે પ્રમાણ છે તેટલું જ પ્રમાણ તાપમાનનું રહેશે. મતલબ કે કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી. જોકે, તેમણે કહ્યું કે હવામાનની દિશા બદલાય તેવી પુરી સંભાવના છે. તેમજ હવામાં રહેલ ભેજનું પ્રમાણ પમ ઘટશે અને હવામાન સૂકું રહે તેવી પણ સંભાવના છે. આથી રાજ્યના તાપમાનમાં રવિવારથી 2થી3 ડીગ્રી વધારો થઇ શકે છે.

ડૉ. મોહંતીએ વધુમાં જણાવ્યું કે, સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો તથા ગાંધીનગર અને અમદાવાદમાં પડે છે. જોકે, અત્યારે તો મોટાભાગના વિસ્તારો પર સામાન્ય કે તેનાથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે.