AhmedabadGujarat

રાજ્યમાં હવામાન વિભાગે આજે આ વિસ્તારોમાં વરસાદ વરસવાની આપી છે આગાહી

રાજ્યમાં વરસાદે હાલમાં વિરામ લીધેલો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. 2 દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 2 દિવસ બાદ સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. અલનીનોની અસરના લીધે વરસાદ નહિવંત રહેવાનો છે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. જ્યારે હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. વાતાવરણમાં ભેજના લીધે વરસાદી માહોલ બનેલો છે.

તેની સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ જોવા મળશે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા વરસાદી માહોલ રહેવાનો છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની શક્યતા રહેલી છે.

જ્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 26 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ બનશે. 27 થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની શક્યતા છે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના લીધે વરસાદની ગતિવિધિ અટકવાની શક્યતા છે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળશે અને 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી શક્યતા રહેલી છે.