AhmedabadGujarat

જન્મ આપનારી માતાએ જ પુત્રીને ઝેરી દવા આપીને કર્યો આપઘાત!

કહેવાય છે કે માતા એટલે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ પોતાના બાળકના પ્રાણને બચાવે પરંતુ આજકાલ બનતા અનેક કિસ્સાઓ આ વાતને નકારી કાઢે તેવા હોય છે. હમણાં જ થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક માતાએ પોતાની નવજાત બાળકીને ગર્ભનાળ સાથે દસમા માળ પરથી નીચે ફેંકીને તેની હત્યા કરી દીધી હતી. તો હવે સુરતમાંથી પણ કંઈક આ જ પ્રકારનો હચમચાવી નાંખે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માતાએ પોતાના દોઢ મહિનાના માસુમ બાળકને ઝેરી દવા પીવડાવીને માતાએ પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે માતા અને દોઢ મહિનાના માસુમ બાળકને તત્કાલિલ અસરથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેર ખાતેના પાંડેસરા વિસ્તારમાં બનેલ આ ઘટનાને પગલે સમગ્ર સુરતમાં ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા વિસ્તારમાં એક માતાએ પોતાની 17 મહિનાની બાળકીને ઝેરી દવા પીવડાવી અને માતાએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે માતા અને પુત્રીને બંનેને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, માતાએ પોતાની 17 મહિનાની બાળકીને ઝેરી દવા પોવડાવીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા ત્યાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળ પર ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ બંનેની હાલત ગંભીર થતા માતા અને બાળકી બંનેને તાત્કાલિક અસરથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં માતાને G2 વોર્ડમાં તો બાળકીને PICUમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં બંને માતા પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલામાં ઘર કંકાસને લઈને માતાએ આ પ્રકારનું પગલું ભર્યું હોય તેવું આસપાસના લોકો ચર્ચા કરી રહ્યા હતા.