સુરતમાં બાઈક ઓવરટેક મામલામાં યુવાનની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આવી જ એક સુરત શહેરથી થોડા દિવસો પહેલા આવી હતી. જેમાં એક યુવકની ઓવરટેક બાબતમાં હત્યા કરવામાં આવી હતી. એવામાં હવે આ હત્યાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
જાણકારી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં હીરા બાગ નજીક રામનગર સોસાયટી માંથી પસાર થતા દરમિયાન રસ્તા પર યુવાનની હત્યા કરવામાં આવી હતી. પંદરમી ઓગસ્ટના દરમિયાન રાત્રીના યુવક દ્વારા ઓવરટેક કરવા માટે હોર્ન વગાડવામાં આવ્યો હતો. તે બાબતમાં ઝઘડો થતા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતના ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હતો. જ્યારે જયનીશ ચૌહાણ નામના યુવાનની હત્યા કરીને આરોપીઓ ફરાર ગયા હતા. તેના લીધે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, પંદરમી ઓગસ્ટની રાત્રીના રામનગરના રોડ પર બે મોટર સાયકલ જઈ રહી હતી. તેમાંથી એક એક્ટિવા સમગ્ર રોડમાં આમ તેમ ચાલી રહી હતી. તેના લીધે ઓવરટેક કરવામાં માટે બાઈક સવાર દ્વારા હોર્ન વગાડવામાં આવ્યો હતો. તેના લીધે ઝઘડો થતા બાઈકસવાર પર ત્રણ યુવકો દ્વારા હુમલો કરી જયનીશ ચૌહાણને ગળાના ભાગમાં ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપી ઓ ફરાર થઈ ગયા હતા. તેના માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એક ટીમને ત્યાં મોકલવામાં આવી હતી.
આ મામલામાં પોલીસ ભાવનગર નારી ચોકડી પાસેથી વિમલ ધનજી કલસરીયા, ઉત્તમ કાનજી તળાવિયા અને ડેનિસ ઉર્ફે જાડીયો રમેશ સુરતની ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓ સામે સાત-સાત જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.