GujaratAhmedabad

અમદાવાદમાં ફ્લોર ફેકટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં જણાવ્યું કે….

અમદાવાદ ના વાસણામાં રહેનાર ફ્લોર ફેકટરી ના માલિક દ્વારા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લેવામાં હોવાનો મામલો સામે આવ્યો છે. તેમ છતાં આપઘાત કરતા પહેલા લખવામાં આવેલ સુસાઈડ નોટમાં પાંચ લોકોના ત્રાસ નો ઉલ્લેખ કરાયો હતો. ત્યાર બાદ આ વિનોદ ઠક્કર નામના વેપારીની આપઘાત મામલામાં વાસણા પોલીસ દ્વારા પાંચ શખ્સો વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. વાસણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીઓના નામ દર્શક ઠક્કર, અનિલ ગુપ્તા અને ઉમેશ ચૌહાણ છે.

જાણકારી મુજબ, વાસણા વિસ્તારમાં સ્વામીનારાયણ પાર્ક માં રહેનાર અને ફ્લોર ફેક્ટરી ચલાવનાર વિનોદ ઠક્કર નામના વેપારી દ્વારા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી 5 મી એપ્રિલના રોજ પોતાની દુકાન માં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું હતું.  તેમ છતાં તેમના દ્વારા લખવામાં આવેલ સુસાઈડ નોટમાં આ પાછળનું કારણ જણાવવામાં આવ્યું હતું. તેના લીધે તેમની દ્વારા પત્ની આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે આપઘાત દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

મૃતક વિનોદ ઠક્કર દ્વારા લખવામાં આવેલ સુસાઈડ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, તે માનસિક રીતે કંટાળી ગયા છે, દર્શક ઠક્કર, ગોપાલ તારાજી, ઉમેશ ચૌહાણ, કમલેશ પટેલ અને અનીલ અગ્રવાલ ના લીધે તે આ પગલું ભરી રહ્યા છે. તમામ લોકો પાસેથી ધંધા માટે વ્યાજે લીધેલા પૈસા ડબલ ચૂકવી દીધા હોવા છતાં પણ આ લોકો દ્વારા મને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. કૌટુંબીક બનેવી દર્શક કુમારને મહિને એક લાખ વ્યાજ આપવા હોવા છતાં તે હેરાન કરી રહ્યા હતો. કમલેશ તે ગાડી પણ લઈને ગયો છે અને સીંગદાણા જે વેપારીએ ખરીદ્યા હતા તે ચોરીના હોવાનું કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. તેના લીધે હું આ પગલું ભરી રહ્યો છે. તેની સાથે પોતાની વિમા પોલીસીની પણ લઈને પણ ઉલ્લેખ કર્યો છે. તેમ છતાં તેમના જવાથી અ પરિવાર નિરાધાર બની ગયો છે. મૃતક વિનોદ ઠક્કર છેલ્લાં 20 વર્ષથી જસરાજ ફ્લોર ફેક્ટરી ચલાવી રહ્યો હતા અને ધંધામાં પૈસાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધેલા હતા. તેમ છતાં બાદમાં તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ મળતા તેમના દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. જ્યારે હાલમાં આ મામલામાં ત્રણ આરોપીને પોલીસ દ્વારા પકડી બીજા બે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.