ગુજરાત હાઈકોર્ટ પેન્ડીંગ કેસોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં તમામ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે ચીફ જસ્ટિસ દ્વારા એક સિસ્ટમની શરઆત કરવામાં આવી છે. તેને ‘ઓટો જનરેટ ડેટ સિસ્ટમ’ થકી દરેક કેસને ફટાફટ તારીખ મળી જાય અને કેસનો નિવાડો આવે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ દ્વારા હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બને તેવી શક્યતા રહેલી છે.
આ મામલામાં એડવોકેટ હાર્દિક બારોટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સિસ્ટમના લીધે 20 થી 25 વર્ષ જુના કેસો પણ બોર્ડ પર આવવાની શરૂઆત થઈ ગઈ છે. જે લોકોને તારીખ જ નહોતી મળતી તે તમામને હવે તારીખ પણ પ્રાપ્ત થઈ જશે. તેના લીધે જૂના કેસો કે જેની લોકો રાહ જોઈ રહ્યાં હતાં તેનું પણ નિરાકરણ આવી જશે. આ સીસ્ટમના આધારે પરિણામ સારા આવી જશે.
તેની સાથે ઓટો જનરેટ ડેટ સિસ્ટમ વિશે વાત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચીફ જસ્ટિસ દ્વારા શરૂ કરવામાં આવેલ નવી પહેલના લીધે જે વર્ષો જૂના પેન્ડિંગ કેસો રહેલા છે તેમની પણ તારીખો આવી જશે. આ સાથે જે મેટર કટઓફમાં ચાલી ગઈ હતી અને જેમાં લાસ્ટ ડિસ્ટન્સ ડેટ જ દેખાતું હતું જે મેટર ભવિષ્યમાં ક્યારે બોર્ડ પર આવશે તેનો કોઈને ખ્યાલ આવતો નહોતો તેની પણ હવે તારીખ જાણવા મળી જશે.