GujaratSport

IPL ટીમના ખેલાડીઓ ગુજરાતના આ શહેરના કાપડની બનેલી ટી-શર્ટ અને ટ્રેક પહેરે છે

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં IPL મેચનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં ક્રિકેટપ્રેમીઓના પોતાને ગમતી ટીમની ટી-શર્ટ પહેરવાનો ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે IPLમાં રમતા ખેલાડીઓ જે ટી-શર્ટ તેમજ ટ્રેક પહેરે છે તેનું કાપડ સુરત શહેરમાં બની રહ્યું છે. જેથી IPLના લીધે સુરતના વેપારીઓને હાલ તો ખૂબ આવક થઈ રહી છે. સુરત શહેર ડ્રાયફીટ કાપડના ઉત્પાદનમાં છેલ્લા 4 વર્ષથી સૌથી આગળ છે. આ કાપડ પહેલા ચાઇનાથી નિકાસ કરવામાં આવતું હતું. પરંતુ સુરત આત્મનિર્ભર બનતા હવે IPLમાં રમતા ખેલાડીઓ માટે તૈયાર થતા ટી-શર્ટ તેમજ ટ્રેક માટેનું જ્યુરિક મટીરિયલનું પોલિસ્ટર કાપડ હવે સુરત શહેરમાં જે તૈયાર થઈ રહ્યું છે. જેની ખાસીયત એ છે કે આ કાપડ બંને બાજુથી સ્ટેચેબલ હોય છે. સાથે મેદાનમાં રમતી વખતે ટી- શર્ટ પરેસવાથી ભીની થાય તો આ ટી- શર્ટ ભારે નથી થતી. ત્યારે ખેલાડીઓ તેમજ ક્રિકેટ પ્રેમીઓ પણ હવે આ ટી-શર્ટ પહેરી મેદાનમાં મેચ જોવા જઈ રહ્યા છે. જેથી સુરત શહેરના જ્યુરિક મટીરિયલના કાપડની ટી-શર્ટ તેમજ ટ્રેકની માર્કેટમાં ખૂબ જ માંગ વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે, IPLમાં રમતા ખેલાડીઓ જે ટી-શર્ટ તેમજ ટ્રેકપેન્ટ પહેરીને રમી રહ્યા ચર તેનું કાપડ સુરત શહેરમાં તૈયાર કરવામાં આવ્યું છે. અત્યારે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં સુરતમાં તૈયાર આ કાપડની ખૂબ જ ડિમાન્ડ છે. સુરત શહેરના વેપારી વિષ્ણુ અગ્રવાલ દ્વારા IPL રમતા ખેલાડીઓ માટે આ કાપડ મોકલવામાં આવ્યું હતું. આ કાપડ પર ડિજિટલ પ્રિન્ટ તેમજ ગારમેન્ટિંગ અને ત્યાર બાદ કરવામાં આવે છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના! દેશના આ મોટા નેતાની કાર ને ટ્રકે ટક્કર મારી, જાણૉ કેવી છે હાલત

આ પણ વાંચો: બોટાદના PSI ને હાર્ટ અટેક આવતા અવસાન, પોલીસ બેડામાં શોકનો માહોલ

કાપડના વેપારી વિષ્ણુ અગ્રવાલના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ રીતે ડ્રાયફિટ તરીકે આ કાપડ ઓળખાય છે. આ કાપડ બંને બાજુથી સ્ટ્રેચેબલ હોય છે. જ્યારે ખેલાડી દોડે છે ત્યારે કાપડ એકદમ ફિટ હોય છે. અને પરસેવાથી આ કાપડ ભારે ઓન થતું નથી. તે આ કાપડની ખાસિયત છે. તેના શઆ કાપડની ખાસિયત છે. પોલિસ્ટર કાપડના કારણે આ કાપડ લાઈટવેટ થઈ ગયું છે. અત્યારે આ કાપડ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ડિમાન્ડમાં છે.

સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ છેલ્લા ચાર વર્ષમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની નીતિઓના કારણે ઇન્ડસ્ટ્રીને વેગ મળ્યો છે. હાલ જે IPL ના ખેલાડીઓ કાપડની ટી- શર્ટ અને ટ્રેક પહેરી રહ્યા છે તે અમે તેમને આપી દેતા હોય છે. કારણ કે સુરત શહેરમાં રેડીમેઈડ ગારમેન્ટિંગ થઈ શકે તેમ નથી. આ ઇન્ડસ્ટ્રીમાં પહેલા ચાઇનનું વર્ચસ્વ હતુ. પરંતુ થોડા સમયથી સુરત શહેરમાં આ કાપડનું ઉત્પાદન સુરતમાં વધ્યુ છે. છેલ્લા 5 વર્ષમાં આ કાપડ બનાવવા માટે જે સર્ક્યુલર નિટિંગ મશીનની જરૂર હોય છે તે હવે સુરતમાં આશરે 4500 જેટલા છે. આમ સુરત શહેર આત્મ નિર્ભર બનતા લોકોને રોજગાર પણ મળી રહયી છે અને વેપારીઓને ફાયદો પણ થઈ રહ્યો છે.