GujaratSaurashtraSurendranagar

સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઇવે પાસે ચાલતા ગોરખધંધાનો પોલીસે કર્યો પર્દાફાશ

સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પાસેથી પોલીસ દ્વારા  દેહવ્યાપરનો ગોરખધંધો ઝડપી પાડવામાં આવ્યો છે.  ચોટીલા હાઇવે પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા કૂટણખાના પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા સંચાલક, ગ્રાહક સહિત છ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જયારે મુદ્દામાલ પણ જપ્ત કરી દેવામાં આવ્યો હતો. દરોડા બાદ પોલીસ દ્વારા આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ચોટીલા હાઇવે ના કોમ્પલેક્ષમાં LCB પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને આ બાબતમાં જાણકારી મળી હતી કે, છ દુકાનોમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચાલી રહ્યો છે. જેમાં આઠ હજારમાં 6 દુકાનો ભાડે રાખી કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ પોલીસ દ્વારા દરોડા પાડીને સંચાલક અને ગ્રાહક સહિત 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેની સાથે જ 4.35 લાખનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જગ્યા ભાડે આપનાર વ્યક્તિ ને પકડવા માટે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી તો અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી વાત

તેની સાથે જ પોલીસના દરોડા દરમિયાન વાપી, સુરત, કોલકાતા સહિતના શહેરોની પાંચ રૂપલલનાઓ પણ ઝડપી પાડવામાં આવી છે. આ અગાઉ પણ આવી રીતે ચાલી રહેલા કૂટણખાના પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં મોટાભાગે અન્ય શહેરોમાંથી રૂપલલનાઓને બોલાવી ગોરખધંધો ચલાવવામાં આવતું હોવાનું સામે આવતું રહે છે. જયારે હવે પોલીસ દ્વારા ચોટીલા હાઇવે પરથી ઝડપાયેલા કૂટણખાના મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.