AhmedabadGujarat

રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી તો અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી વાત

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તો બીજી બાજુ હવામાં ભેજનું પ્રમાણ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વધી રહ્યુ છે. જેના કારણે ગરમી સાથે બફારો પણ રાજ્યના લોકોએ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના હવામાનને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, રાજ્યનું હવામાન પાંચ દિવસ સૂકું રહેશે. ગાંધીનગર તેમજ અમદાવાદમાં 41 ડીગ્રીથી તાપમાનનો પારો વધવાનો છે. જો કે, કમોસમી વરસાદ પડવાની રાજ્યમાં હાલ કોઇ સંભાવના નથી.

અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૈહાણે જણાવ્યું હતું કે, રાજ્યનું હવામાન આગામી 5 દિવસ સૂકું રહે તેવી સંભાવના છે. રાજ્યમાં હાલ જે તાપમાન છે તેમ કોઈ ફેરફાર થાય તેવી નહિવત સંભાવનાઓ છે. અમદાવાદમાં કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાના લીધે હવામાં ભેજનું પ્રમાણ જેમ જેમ વધશે તેમ તેમ તાપમાનમાં પણ સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ રાજકોટ, ગાંધીનગર, કંડલા, અમરેલી, વલ્લભ વિદ્યાનગર, ભૂજમાં ભેજનું પ્રમાણ રહેશે. પરંતુ વરસાદ પડે તેવી કોઈ સંભાવના હાલ નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રોહીણી નક્ષત્ર જોઇને તેમણે ચોમાસાને લઈને પુર્વાનુમાન કર્યુ છે. ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા વાવાઝોડા સક્રિય થઇ જતા હોય છે. મોચા વાવાઝોડું જે બંગાળની ખાડીમાં સર્જાયુ હતું તે હાલ નબળું પડી ગયુ છે. હવે વાવઝોડું અરબી સમુદ્રમાં પણ સક્રિય થશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે