SaurashtraGujarat

રાજ્યમાં વરસાદી માહોલ બનતા યાત્રાધામ પાવાગઢ ની રોપ-વે સેવાને કરાઈ બંધ

રાજ્યમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસ્યો છે. એવામાં યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તેના લીધે યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેને બંધ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, યાત્રાધામ પાવાગઢમાં વરસાદના લીધે રોપ-વે સેવા બંધ કરી દેવાઈ છે. ભારે પવન સાથે વરસાદ વરસવાના લીધે યાત્રિકોને નુકસાન ન પહોંચે તે માટે રોપ-વે સેવાને બંધ કરવામાં આવી છે. વરસાદ બંધ થશે ત્યાર બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરી દેવાશે. જ્યારે સંચાલકો દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે રોપ-વે ને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. ભારે પવન સાથે વરસાદને લીધે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમ છતાં રોપવે સેવાઓ બંધ થતા દર્શનાર્થીઓને હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે.

નોંધનીય છે કે, આજે પાવાગઢમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો. જ્યારે યાત્રાધામ પાવાગઢ ડુગર પર ઘુમ્મસ છવાઈ જતા નયનરમ્ય દૃશ્યો ઉભા થયા હતા. જ્યારે ધુમ્મસને લીધે પાવાગઢ ડુંગર પર જતી રોપ વે સેવાને બંધ કરી દેવામાં આવી હતી.