VadodaraGujaratMadhya Gujarat

વડોદરામાં સર્જાયેલ દુર્ઘટનાને લઈને સ્કૂલની શિક્ષિકાએ કર્યો મોટો દાવો

વડોદરાના હરણી લેક ઝોન ખાતે ના તળાવમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિધાર્થીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે 5 વિદ્યાર્થીઓ લાપતા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 14 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. જ્યારે હવે આ ઘટનાને લઈને એક શિક્ષિકા દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે.

શિક્ષિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે આવેલા હતા. જેમાંથી બોટમાં 30 જેટલા લોકો સવાર રહેલા હતા. દુર્ભાગ્યવશથી અંગ્રેજી માધ્યમના બાળકો આ ઘટનામાં દુર્ઘટનાનો ભોગ બન્યા છે.

તેની સાથે બોટમાં ક્ષમતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યાનો દાવો કર્યો છે. શ્રી કોટિયા પ્રોજેક્ટ્સ પીપીપી ધોરણ દ્વારા 100 ટકા ઇજારદારના ખર્ચે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. પરેશ શાહ નામના ઇજારદાર દ્વારા કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે. તેવો મોટું માથું રહેલા છે. એકપણ બોટનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું નથી, અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. બોટના કોન્ટ્રાક્ટ પરેશ દ્વારા અન્ય વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ આપ્યાની જાણકારી સામે આવી છે. પરેશ શાહ દ્વારા નિલેશ જૈનને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈન દ્વારા અન્ય કોઈને આપવામાં આવ્યો હતો.

જાણકારી મુજબ, 11 જેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરવામાં આવ્યું હતું તેના લીધે તેમનો જીવ બચી ગયો છે. પરંતુ જ્યારે અન્ય બાળકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર થયેલા હતા. તેની સાથે 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરાયું છે.

વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલના બાળકો હરણી લેકના પ્રવાસે ગયેલા હતા. લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ફાયર અને એનડીઆરએફની ટીમની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે હજુ પણ 3 બાળકોની તપાસ કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં સફીના શેખ, મુવાઝા શેખ, અલીસ્બા કોઠારી, ઝહાબીયા સુબેદાર, વિશ્વા નિઝામા, નેન્સી માછી, આયત મન્સરી, રેહાન ખલીફા અને આયેશા ખલીફાનું મૃત્યુ નીપજ્યું છે.