ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડવાની કારણે અનેક ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાંનો વખત આવ્યો છે. ત્યારે ખેડૂતોને થયેલ નુકશાન માટે થઈને રાજ્ય સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજ રોજ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, માર્ચ મહિના કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યના અનેક ખેડૂતોનો પાક બગડ્યો છે અને ભારે નુકશાન પહોંચ્યું છે. આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તમામ જિલ્લાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. રાજ્ય સરકારે અત્યાર સુધીનું ખેડૂતોને સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે.’
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારના મંત્રીમંડળની ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે લેવાયેલા અતિ મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, ‘રાજ્યના જૂનાગઢ, રાજકોટ, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, તાપી, સુરત, સાબરકાંઠા, અમરેલી, કચ્છ, ભાવનગર, જામનગર તેમજ અમદાવાદ એમ કુલ 13 જિલ્લાના 48 તાલુકામાં ખેડૂતોને પાક નુકસાની થઈ હોવા અંગેનો અહેવાલ મળ્યો હતો.’
આ પણ વાંચો: આ વર્ષનું પહેલું વાવાઝોડું “Mocha” આવી રહ્યું છે, 7 થી 11 મે સુધી આ રાજ્યોમાં એલર્ટ
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પપૈયા, કેળ,ચણા,ઘઉં અને રાઈ વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના લાગુંપડતા ધારાધોરણો અનુસાર પ્રતિ હેક્ટર 13,500 રૂપિયાની સહાય તેમજ રાજ્ય ભંડોળમાંથી પ્રતિ હેકટર 9500 રૂપિયા એમ પ્રતિ હેકટર કુલ 23,000 સહાય ચુકવવામાં આવશે. મહત્તમ 2 હેકટરની મર્યાદામાં રહીને આ સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.’ આ સિવાય જામફળ,લીંબુ, આંબા જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ જો નુકસાન થયું હોય તો તેવા કિસ્સામાં SDRFના ધારા ધોરણ અનુસાર પ્રતિ હેક્ટર 18,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ હેકટર 12,600 રૂપિયા એમ કુલ 30,600 રૂપિયા ચુકવવામાં આવશે. આ સહાય મહત્તમ 2 હેકટરની મર્યાદામાં રહીને ચૂકવવામાં આવશે.’