GujaratMadhya Gujarat

વાયરલ વીડિયોને લઈને આણંદ કલેકટરને રાજ્ય સરકારે કર્યા સસ્પેન્ડ, મહિલા અધિકારીઓની કમિટી કરશે તપાસ

આણંદ જિલ્લાના કલેકટર ડી એસ ગઢવી ને લઈને ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવતા ડી એસ ગઢવીને રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક કથિત વિડીયોને કારણે આણંદ જિલ્લાના કલેકટર ડી એસ ગઢવી વિરુદ્ધ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ દ્વારા કાર્યવાહી હાથ ધરીને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગેરશિસ્ત અને વાયરલ થયેલ કથિત વીડિયોને લઈને ઉચ્ચ કક્ષાએ થયેલ રજૂઆતોને રાજ્ય સરકારે આણંદના કલેકટર એવા આઈએએસ અધિકારી ડી એસ ગઢવી ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.  હાલ મિલિંદ બાપનાને આણંદ જિલ્લાના કલેકટર નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યાં સુધી કોઈ નવો આદેશ ના થાય ત્યાં સુધી હવે આણંદના કલેકટર તરીકે મિલિંદ બાપના ફરજ બજાવશે

નોંધનીય છે કે, ગેરશિસ્ત અને વાયરલ થયેલ કથિત વીડિયોને લઈને આઈએએસ આધિકારી ડી. એસ. ગઢવી વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ થયેલ રજૂઆતોને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારે તાત્કાલિક અસરથી ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.  તમને જણાવી દઈએ કે, મહિલા અધિકારીઓની કમિટિ દ્વારા ડી.એસ. ગઢવી ઉપર લાગેલા ગંભીર પ્રકારના આક્ષેપોના મામલે હવે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકારને આ તપાસનો અહેવાલ સોંપવામાં આવશે.