AhmedabadGujarat

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધેલો છે. તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેમકે ઉભા પાકે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં વરસાદ પરત ખેંચાતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાના લીધે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તેમાં પણ કપાસ મગફળી અને ડાંગરના પાકને મહત્વ આપવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે જૂલાઈમા 80 ટકા વરસાદ વરસ્યો છે. તેના લીધે વરસાદની ખોટ ઉભી થઈ છે પાણી હોવા છતાં પાક સુકાવવા લાગ્યો છે. આ બાબતમાં ખેડૂતો અને કૃષિ મંત્રી તરફથી પણ આઠ કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની રજૂઆતો કરવામાં આવી છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા વીજળી અને પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતમાં કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજકોટ અને જામનગરમાં 10 કલાક વિજળી આપવામાં આવશે. તેના સિવાય અમદાવાદ, દ્વારકા, બનાસકાંઠા, જૂનાગઢ અને સાબરકાંઠામાં આ નિર્ણયનું પાલન કરાશે.

તેની સાથે રાજ્ય સરકારની આ જાહેરાતના લીધે 12 લાખ ખેડૂતોને ફાયદો થવાનો છે. એટલું જ નહીં, ડાંગર, મગફળી અને કપાસના પાકોને તેનો ફાયદો થશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યાં પાણી માગવામાં આવશે ત્યા સિંચાઈ માટે પાણી અપાશે. નર્મદા ડેમ સિવાયના ડેમોમાંથી પણ પાણી અપાશે. તેના લીધે ખેડૂતોને તેનો ફાયદો થશે.