ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજીને OBC અનામત અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઝવેરી પંચના રિપોર્ટ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. પ્રવક્તા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરાઈ છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણ કરવામાં આવી હતી જયારે ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરવામાં આવી હતી. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી તેનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. વધુમાં તેમને જણાવ્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBC ને અપાઈ છે તે અનામત યથાવત રહેવાની છે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવેલ છે.
ઋષિકેશ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં 27 ટકા ઓબીસી અનામત અપાઈ છે. ઝડપથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય તેમાં રસ રહેલ છે, હાલના સીમાંકન મુજબ ચૂંટણી કરાશે જ્યારે નવા સિમાંકન હાલમાં કરાશે નહીં. બેઠકો અંગે માહિતી આપતા કહેવામાં આવ્યું કે, જિલ્લા પંચાયતમાં ઓબીસી બેઠક 105 હતી જે હવે 205 થશે, કુલ 229 બેઠકો થઈ ગઈ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બેઠક 506 રહેલી હતી જે હવે 994 થઈ ગઈ છે. ગ્રામ પંચાયત બેઠકો ૧૨,૭૦૦ હતી જે ૨૩ હજાર કરતા વધુ થઈ જશે. મનપાની 67 ઓબીસી બેઠક રહેલી હતી જે 183 થઈ જશે. તેમજ નગર પાલિકામાં ઓબીસી બેઠકો 156 રહેલી હતી, જે 481 વધતા હવે 1282 થઈ ગઈ છે.