AhmedabadGujarat

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટે યોજી પત્રકાર પરિષદ

20 જૂનના રોજ જગતના નાથ  ભગવાન જગન્નાથની અમદાવાદમાં 146ની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરમાં રથયાત્રાનો લઈને જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા 20 જુનના ર9જ યોજાવાની છે. તે પૂર્વે આજ રોજ ભગવાનનું મામેરું મંદિર તરફથી મંદિરમાં ગોઠવવામાં આવ્યું છે. તેમજ મંદિરના ટ્રસ્ટ દ્વારા આજ રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિસદ યોજીને જણાવવામાં આવ્યું કે, મંદિરમાં રથયાત્રા પહેલા ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 18 જૂન રવિવારના રોજ નિજ મંદિરમાં ભગવાનનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે, ત્યારપછી સવારે 8 વાગ્યે નેત્રોત્સવની વિધિ યોજાશે. 19 જૂન સોમવારના રોજ 9.30 વાગે ધ્વજારોહણ વિધિ પણ મંદિરમાં કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નેત્રોત્સવનાં દિવસે હાજર રહેશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સંતોનું સન્માન કરવા માટે હાજર રહેશે. સોનાવેષનાં દર્શન અને ગજરાજ પૂજન 19 તારીખ સોમવારે સવારે 10 વાગે કરવામાં આવશે. ત્રણે રથની મંદિરના પ્રાંગણમાં 10.30 વાગે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે. સીએમ દ્વારા સોમવારે સાંજે વિશિષ્ટ પૂજા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહશે અને પહીન CM ભૂપેન્દ્ર પટેલ કરશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર માટે જમાલપુર જગન્નાથ મંદિર તરફથી મુગટ મોકલવામાં આવશે. 20 જૂન મંગળવારના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં 18 જેટલા ગજરાજો, 30 અખાડા, 101 ભારતીય સંસ્કૃતિ જાંખી દર્શાવતી ટ્રક, 18 ભજન મંડળી તેમજ 3 બેન્ડબાજાવાળા જોડાશે. ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ અને 2000થી વધુ સાધુ-સંતો પણ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 400 કિલો કાકડી તેમજ દાડમ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરીનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવશે. રથયાત્રામાં દર્શન કરવા માટે આવનાર ભક્તજનોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં આપવામાં આવશે.