GujaratRajkotSaurashtra

રાજકોટમાં રખડતા ઢોરનો આતંક યથાવત, એક્ટિવા લઇને પસાર થઈ રહેલી યુવતીને આખલાએ મારી ટક્કર

રાજ્યમાં સતત છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બન્યો છે. જેના લીધે અનેક વખત અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં સરકાર વારંવાર ટકોર બાદ પણ લોકો બાજ આવતા નથી ઢોરોને રખડતા મોકલી દેતા હોય છે. એવામાં હવે એવા જ સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. રાજકોટમાં માર્ગમાં દોડી રહેલા એક આખલા દ્વારા એક્ટિવા પર જઈ રહેલી યુવતીને અડફેટે લેવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. તે બાબતમાં પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા વેલનાથ ચોક પાસે એક યુવતી એક્ટિવા લઇને પસાર જઈ રહી હતી. યુવતી આ રોડ પર પહોંચી તે સમયે અચાનક એક આખલા દ્વારા યુવતીને અડફેટે લેવામાં આવી હતી. જેના લીધે યુવતી રસ્તા પર પટકાઈ ગઈ હતી. તેના લીધે યુવતીને બંને હાથમાં અને પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેના લીધે યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને વધુમાં જણાવી દઈએ કે, યુવતી દ્વારા હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ આખલાના માલિક વિરુદ્ધ પોતાના પશુને ખુલ્લા મુકી દેવાની બાબતમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલમાં આખલાના માલિકને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, રખડતા ઢોરોના લીધે અનેક લોકો અવારનવાર ઈજા પહોંચી છે. જ્યારે અનેક લોકોના મોત પણ થયા છે. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. તેમ છતાં હજુ પણ સ્થિતિ હતી તેવીને તેવી જ છે. તેના લીધે હજુ પણ રખડતા ઢોરોનો આતંક લોકોને સહન કરવો પડી રહ્યો છે.