રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો વળી કેટલાક લોકોએ તો રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો નડીયાદથી સામે આવ્યો છે.
નડિયાદ શહેરમાં રખડતા ઢોરની અડફેટે આવતા 72 વર્ષીય વૃધ્ધ જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. નડીયાદમાં રહેનાર 72 વર્ષીય વૃધ્ધ દૂધ લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમને રખડતા ઢોર દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા. તેના લીધે તેમનું ઘટનાસ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, નડીયાદના નવાઘરા વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણ ફ્લેટમાં રહેનાર ઈન્દુભાઈ મિસ્ત્રી સવારના સમયે દૂધ લેવા માટે નીકળેલા હતા. તે સમયે તે રબારી વાસથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમને રખડતા ઢોર દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા. તેના લીધે ઈજાગ્રસ્ત થયેલા ઈન્દુભાઈ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે પરિવાર દ્વારા પોલીસને અપીલ કરવામાં આવી છે આ મામલામાં કાર્યવાહી કરવામાં આવે.
નોંધનીય છે કે, રાજ્યભરમાં રખડતા ઢોરના આતંકને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. જેમાં અત્યારસુધીમાં અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તો અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. ચૂંટણી પહેલા રાજય સરકાર રખડતા ઢોરને લઈને એક કાયદો લઈને આવી હતી. જો કે, દબાણની રાજનીતિને કારણે થઈને રાજ્ય સરકારે આ કાયદો પરત લેવો પડ્યો હતો. જો કે, આ બધા વચ્ચે રાજકોટમાં બનેલ આ ઘટના હાલ તો ચર્ચાનું કેન્દ્ર બની છે.