AhmedabadGujarat

જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદનાં કપલનું રાફ્ટિંગ બોટ પલટી ખાઈ જતા કરુણ મોત

જમ્મુ-કાશ્મીરમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીને લઈને દુઃખદ ઘટના સામે આવી છે. ગુજરાતી કપલ સાથે જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં કપલનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારના અનંતનાગ જિલ્લામાં રાફ્ટિંગ બોટ પલટી જવાના લીધે ગુજરાતના બે પ્રવાસીઓના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પ્રવાસીઓનું એક જૂથ પહેલગામમાં લિડર નદીમાં રાફ્ટિંગ કરી રહ્યું હતું તે સમયે અચાનક બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં સવાર ત્રણ પ્રવાસીઓને ત્યાર બાદ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં શર્મિલાબેન પટેલ અને પટેલ ભીખાભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે શર્મિલાબેન અને ભીખાભાઈ પતિ-પત્ની છે અને તે અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદનાં કપલનું રાફ્ટિંગ બોટ પલટી ખાઈ જતા કરુણ મોત

તમને જણાવી દઈએ કે, અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે રાફ્ટિંગ બોટ અકસ્માતમાં ગુજરાતના એક દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પવનની ઝડપના લીધે નદીમાં રાફ્ટિંગ બોટે પલટી ખાઈ લીધી હતી. ત્યાર બાદ ગુજરાતના એક દંપતીના મૃતદેહોને બચાવ કામગીરીની ટીમોએ બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં આયોજિત લોકડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા પર થયો નોટોનો વરસાદ

જ્યારે મુંબઈની એક મહિલાને બચાવી લેવામાં આવી હતી જેની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૃતક દંપતી પ શર્મિલાબેન અને પટેલ ભીખાભાઈ અંબાલાલ અમદાવાદના સેજાપુર બોઘાના હોવાનું સામે આવ્યું છે. મુંબઈ અન્ય પ્રવાસી મુસ્કાન ખાન છે તે હાલમાં જીએમસી અનંતનાગમાં સારવાર હેઠળ રહેલ છે. પોલીસ દ્વારા ઘટનામાં ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.