GujaratMadhya Gujarat

CM ભૂપેન્દ્ર પટેલના PRO ના પુત્રનું અજાણ્યા વાહને અડફેટે લેતા કરુણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરાથી સામે આવ્યો છે.

વડોદરાના કરજણ તાલુકાના દેથાણ નજીક નેશનલ હાઇવે પર કારને અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં CM ના PRO ના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.  જ્યારે બે યુવાનને ઈજા પહોંચી છે. જયારે મૃતક યુવકનું રાત્રીના પોસ્ટ મોર્ટમ કરીને પરિવારને મૃતદેહ સોંપી દેવાયો હતો.

પ્રાપ્ત માહતી મુજબ, સીએમના પીઆરઓના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવના મૃતદેહનું અકસ્માત બાદ રાત્રીના જ કરજણ સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ કરાયું અને રાત્રીના અઢી વાગે પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ પરિવાર મૃતદેહને લઈને રાત્રીના જ ગાંધીનગર રવાના થયો હતો. આ સિવાય બે ઇજાગ્રસ્તોને કરજણની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ગઈકાલ મોડી રાત્રીના રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PROના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવ સહિત 3 યુવાનો કાર લઇને ભરૂચથી ગાંધીનગર આવી રહ્યા હતા. તેમને કાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ પાસે આવીને ઉભી રાખી હતી. તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલક દ્વારા કાર અને ત્રણ યુવાનોને ટક્કર મારવામાં આવી હતી. જેમાં CMના PRO ના પુત્ર વશિષ્ઠ વૈષ્ણવનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક જ સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વશિષ્ઠ વૈષ્ણવના મૃતદેહને પીએમ અર્થ માટે કરજણ સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહને ગાંધીનગર લઇ જવામાં આવ્યો હતો. અકસ્માતમાં યુવાનનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. હાલમાં આ મામલામાં અજાણ્યા વાહનને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે