AhmedabadGujarat

હવામાન વિભાગે ગરમીને લઈને કરી મોટી આગાહી, અમદાવાદમાં આવું રહેશે તાપમાન

રાજ્યમાં છેલ્લા થોડા દિવસો સતત ગરમીનો પારો ઉપર ચડ્યો છે. તેના લીધે લોકોને ભારે ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. એવામાં હવે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી ગરમી ઓછી થવાની આગાહી કરવામાં આવી છે. મોચા વાવાઝોડાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની આજુબાજુ રહે તેવી શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં આજે સૌથી વધુ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. આ બંને શહેરોમાં 44 ને પાર ડિગ્રી નોંધાયું હતુ. તેના સિવાય પોરબંદર, જુનાગઢ અને સુરતમાં પર તાપમાનનો પારો 43 ની પાર પહોચી ગયો હતો. તેની સાથે અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. જ્યારે બે દિવસ બાદ અમદાવાદમાં યેલો એલર્ટ અપાયું છે. તેમ છતાં આવતીકાલથી ગરમીને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી.

આ સિવાય તમને જણાવી દઈએ કે, રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર જવાની શક્યતા રહેલી છે. મોચા વાવાઝોડાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાન ઘટવાની આગાહી કરી છે.