પહેલાના જમાનામાં લોકો જેની સાથે લગ્ન કરે તેની સાથે જીવનભર રહીને એકબીજાને ખૂબ પ્રેમ કરતા અને જીવન ગુજરાત હતા. પરંતુ આજકાલ લોકો લગ્ન કર્યાના થોડા સમય પછી જ પોતાના જીવનસાથીથી ધરાઈ જતા હોવાના અનેક કિસ્સા સામે આવતા રહે છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં સ્કૂલ સમયથી સાથે બે લોકોને એક બીજા સાથે પ્રેમ થયો બંનેના લગ્ન થયા અને લગ્નનો થોડો સમય ગયો એટલે પતિએ પત્નીને કહ્યું કે તું એટલી જાડી છે કે તને જોઈને જ મારી ઈચ્છા થતી નથી. તેમજ પત્નીને જુદી જુદી રીતે પતિ ત્રાસ આપવા લાગ્યો હતો. ત્યારે હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના અને તેના પતિના વર્ષ 2019માં લગ્ન થયા હતા. લગ્ન કર્યાની પહેલી રાતે જ સાસરિયાઓએ પરિણીતાના પિયરમાંથી આવેલાં તમામ દાગીના લઈ લીધાં. પછી કહ્યું કે નવું ઘર લેવઉ છે તો તારા પિયરમાંથી ઘર માટે લાખો રૂપિયા લઈ આવ તેવી માંગણી કરવા લાગ્યાં. પરિનતાનો પતિ તેની સામે જ અન્ય યુવતીઓ સાથે લાંબી લાંબી વાતચીત કરતો અને આખી આખી રાત બહાર રહેતો હતો. સાસુ-સસરાં પણ તેમના દીકરાને બોલવાના બદલે એને સપોર્ટ કરતા હતા. નવા ઘરમાં ધાપરિવાર હ્યરે રહેવા માટે ગયા ત્યારે સાસુ-સસરાંએ પરિણીતાને કહ્યું મેં આ ઘર માટે તારા માં-બાપે પૈસા નથી આપ્યાં એટલે તને આ ઘરમાં અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. એક દિવસ પતિએ પરિણીતાને કહ્યું કે તું બહુ જાડી થઈ ગઈ છે. તને જોઈને જ મારી કઈ ઈચ્છા થતી નથી.
ઉલ્લેખનીય છે કે, સાસરિયાઓ અને પતિના ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.