GujaratRajkotSaurashtra

બાગેશ્વર બાબાની કથા સાંભળીને ઘરે આવેલ પત્નીને પતિએ આ કારણોસર મોત ઘાટ ઉતારી, કારણ જાણીને થઈ જશો ચકિત

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા સાંભળી અંજલિ અહેરવાલ નામની મહિલા ખોડિયારપરામાં આવેલ પોતાના ઘરે પહોંચી તો તેના પતિ દ્વારા તેના પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખવાની ઘટના સામે આવી હતી. હવે આ ઘટનાને લઈને મોટી જાણકારી સામે આવી છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, મૃતક અંજલિ અહેરવાલનો પતિ પુષ્પેન્દ્ર દ્વારા કરવામાં આવેલ હત્યાને લઈને સાચું કારણ સામે આવ્યું છે. પુષ્પેન્દ્ર પત્નીનો પગાર થાય ત્યારે પૈસા લેવા માટે આવતો હતો અને પત્નીએ પૈસા આપવાની ના કહી તો તેની હત્યા કરીને ભાગી ગયો હતો.

એવામાં શનિવાર સવારના અંજલિ પુષ્પેન્દ્ર અહેરવાલ ઉઠ્યા નહોતા. તે કારણોસર પડોશમાં રહેનાર તેમની બહેને દરવાજો ખોલીને જોયું તો અંજલિ મૃત હાલતમાં પડેલી હતી અને તેની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી હતી. આ જોઇને અંજલિના બહેન ચકિત થઈ ગયા હતા. ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી મૃતદેહ પર કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ શરુ કરી હતી.

અંજલિની બહેન અમૃતા રોશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે કુલ 6 બહેન અને 2 ભાઈ રહેલ છીએ. એમાં હું સૌથી મોટી બહેન છું અને મારાથી નાની બહેન અંજલિ રહેલી છે. અમે બધા ગઈકાલે બાગેશ્વરધામના બાબાની કથામાં ગયેલા હતાં. અંજલિના પતિને પણ બાબાની કથામાં આવવાનું જણાવ્યું હતું પરંતુ તે આવ્યા નહોતા. ત્યાર બાદ અમે 11 વાગ્યાના પરત આવી ગયા અને પછી જમીને સુઈ ગયા હતા. એવામાં અમે દરરોજ કામ અર્થે કારખાનામાં કામ કરવા માટે જઈએ છીએ. આ કારણોસર હું અંજલિના ઘરે પહોંચી હતી. જ્યારે દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈ મેં જોયું તો મારી બહેન મૃત હાલતમાં જોવા મળી હતી. તેના લીધે હું ચકિત થઈ ગઈ હતી. જ્યારે અંજલિને સંસારી જીવનમાં એક પુત્ર પણ રહેલ છે.

ગઈકાલના અંજલિનો પુત્ર તેમના સાસુ-સસરા સાથે બીજા મકાનમાં રહેલો હતો અને પતિ પુષ્પેન્દ્ર અને પત્ની અંજલિ પોતાના મકાનમાં રહેલા હતાં. ગઈ કાલ રાત્રીના પૈસા બાબતમાં ઝઘડો થતા તેના પતિ દ્વારા તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરીને અંજલિને મોતને ઘાટ ઉતારી નાખી હતી. નોંધનીય છે કે, આરોપી પતિ પુષ્પેન્દ્ર હત્યા કરીને નાસી ગયો હતો. તેમ છતાં પોલીસ દ્વારા અંજલિના બહેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી મૃતક અંજલિના પતિને ઝડપી પાડી પૂછપરછ કરી તો તેમાં સાચું કારણ સામે આવ્યું છે.

અંજલિના પતિની વાત કરીએ તો તે પુષ્પેન્દ્ર વતનમાં રહેતો હતો અંજલિનો જ્યારે પગાર થવાનો હોય ત્યારે વતનથી રાજકોટ આવી તેની પાસેથી પૈસા પડાવીને ફરી વતન ચાલ્યો જતો હતો. નશો કરવાની કુટેવ ધરાવનાર પુષ્પેન્દ્ર રાજકોટ આવ્યો હતો અને શુક્રવારની રાત્રે તેણે પત્ની અંજલિ પાસે પૈસા માગ્યા હતા પરંતુ તેણે પૈસા આપવાની ના પડી બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. એવામાં ઝઘડો વધુ ઉગ્ર બનતા પુષ્પેન્દ્ર દ્વારા અંજલિ પર છરી વડે હુમ્લોન કરી તેને મોતને ઘાટ ઉતારી નાખી હતી. ત્યાર બાદ તે ઘરેથી નાસી ગયો હતો.