AhmedabadGujarat

ગુજરાતના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની થશે ધમાકેદાર એન્ટ્રી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં ભરઉનાળે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા થોડા દિવસો ગરમીથી લોકોને રાહત મળી છે. જ્યારે હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે છેલ્લા થોડા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ફરી હવામાન વિભાગ દ્વારા એવી જ આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં એક બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે ગુજરાતના તાપમાનમાં પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા રહેલી છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 40 ડિગ્રીની આજુબાજુ તાપમાન પહોંચશે.

તેની સાથે અમદાવાદમાં આવતીકાલના અને ચાર જૂનના યેલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં સતત બે દિવસ કમોસમી વરસાદ ગઈકાલના રાહત મળતા શહેરમાં વરસાદ વરસ્યો હતો. ગઈકાલના શહેરમાં 54.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન રહ્યું હતું. તેમ છતાં વરસાદી માહોલના લીધે લોકોને થોડા દિવસ ગરમીથી રાહત મળી હતી.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રોહિણી નક્ષત્રના લીધે હજુ પણ જૂનના પ્રથમ અઠવાડિયામાં વરસાદ વરસશે. 4 જૂન સુધી વરસાદ ઘણા ભાગોમાં વરસાદી માહોલ બનશે. જ્યારે 3, 4, 5 જૂન અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ વધશે. જ્યારે હવાનું આ હળવું દબાણ ચક્રાવાતમાં પણ ફેરવાઈ શકે છે. ચક્રાવાત સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું તો દરિયા કિનારા પર ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે 4 થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા રહેલી છે.