GujaratAhmedabad

ચૂંટણી સમયે સોશિયલ મીડિયામાં કંઈપણ આડું અવળું લખતા પહેલા સો વખત કરજો વિચાર, જાણો શુ છે સમગ્ર મામલો..

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તેની સાથે 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે. જ્યારે 19 એપ્રિલથી 1 જૂન સુધી આ ચાલશે અને તેનું પરિણામ 4 જૂનના રોજ આવશે. એવામાં લોકસભાની ચુંટણી ને લઈને ચૂંટણી પંચ અને પોલીસ સહિત નું તંત્ર સજ્જ બન્યું છે. અમદાવાદ સાયબર આચાર સંહિતા ભંગ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા સાયબર સેલની રચના કરવામાં આવી છે. જ્યારે સાયબર ક્રાઈમના DCP અજીત રાજીયણની નોર્ડલ ઓફિસર તરીકે નિમણૂકતા કરાઈ છે.

તમને જણાવી દઈએ કે, સાયબર સેલ દ્વારા અમદાવાદમાં SMS અને સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન આપત્તિજનક મેસેજ, સોશિયલ મીડિયા પર પોસ્ટ ની સાથે યુ-ટ્યુબ પર ઓડિયો કે વીડિયો દ્વારા આચારસંહિતાનો ભંગ કરનાર વ્યક્તિ ઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જ્યારે આ મામલામાં લોકપ્રતિનિધિ કલમ 1951 ની સાથે ચૂંટણી આચારસંહિતા 1961 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સિવાય નાગરિકો માટે એક હેલ્પલાઇન વોટ્સએપ નંબર 9974011140 જાહેર કરવામાં આવ્યો છે. તેના પર લોકો પણ આવી પોસ્ટની જાણકારી સાયબર ક્રાઈમ સુધી પહોંચાડી શકાશે. સાયબર ક્રાઇમ નાં અધિકારીઓ દ્વારા વાંધાજનક પોસ્ટ કે મેસેજ નહી કરવા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે.