AhmedabadGujaratUncategorized

સરખેજ-ગાંધીનગર હાઈવે પર અકસ્માત રોકવા માટે લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. એવામાં રાજ્યમાં અકસ્માતને રોકવા માટે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બાબતમાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠકમાં વાહન વ્યવ્હાર મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી તથા સ્ટેક-હોલ્ડર વિભાગો દ્વારા રાજ્યમાં કેન્દ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI), માર્ગ અને વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં અવારનવાર અકસ્માત થવા હોવાના લીધે હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દર વર્ષે રાજ્યના દરેક શહેરમાં અને દરેક જિલ્લામાં એક એક બ્લોક સ્પોટ ધારવતા હાઈવેની પસંદગી કરી તેને સલામતીની દ્રષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવાનું સૂચન કરવામાં આવેલ છે.

તેની સાથે વધુમાં તેમને જણાવ્યું કે, આગામી દિવસોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટેના રાજ્યવ્યાપી પ્રયાસો શરૂ કરવામાં આવશે. માર્ગો પર સલામતીના પગલાં ને ધ્યાને રાખીને અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુડ સમારિટનને પ્રોત્સાહિત કરવાની કામગીરીને રેગ્યુલર પ્રેક્ટિસ બનાવાશે. જ્યારે આ બેઠકમાં રોડ સેફ્ટિ એવોર્ડ આપવામાં આવે છે જેમાં બનાસકાંઠાના નૈસર્ગિક ટ્રસ્ટને પ્રથમ તેમજ રાજકોટના રેજર રેપો ચેરીટેબલ ટ્રસ્ટને બીજો ક્રમ અપાયો છે.