IndiaInternational

ભારતમાં અચાનક આટલી લૂ-ગરમી કેમ વધી, સામે આવ્યું આ કારણ

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ‘મોચા’ (Cyclone Mocha) ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થયા બાદ હવે બાંગ્લાદેશ માટે ખતરો બની ગયું છે. Cyclone Mocha તીવ્ર બની રહ્યું હોવાથી પવન પણ ઝડપથી ફૂંકાવા લાગ્યો છે. બાંગ્લાદેશના મીડિયા અનુસાર ‘મોચા’ ખતરનાક બનશે ત્યારે એક ટાપુ પણ પાણીમાં ડૂબી જશે. જો કે ટાપુનું ડૂબવું કાયમી રહેશે નહીં, ટાપુનું પાણી થોડા સમય પછી ઓછુ થઈ જશે.

બાંગ્લાદેશી અધિકારીઓએ કહ્યું કે બાંગ્લાદેશમાં ‘સેન્ટ માર્ટિન ટાપુ પર કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું નથી’. જ્યારે વાવાઝોડાનો પ્રકોપ વધશે ત્યારે તેની અસરથી સેન્ટ માર્ટિન ટાપુની એક બાજુથી પાણી વધશે અને બીજી બાજુ બહાર આવશે. જેના કારણે સેન્ટ માર્ટિન ટાપુ થોડા સમય માટે પાણીમાં ડૂબી જશે. બાંગ્લાદેશી હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડાનું કેન્દ્ર મ્યાનમાર છે, જેની અસર બાંગ્લાદેશના કોક્સ બજારને પણ થશે. બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો છે.

આ પણ વાંચો: 25 વર્ષીય પતિનું હાર્ટએટેકથી મોત: આઘાત સહન ન કરી શકતા પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ચક્રવાત મોચાની ભારત પર પ્રતિકૂળ અસર એ થઈ છે કે તેણે ભારતમાંથી ભેજ છીનવી લીધો, જેના કારણે તાપમાનમાં અચાનક વધારો થયો છે અને ઘણા રાજ્યોમાં હીટ વેવનું જોખમ વધી ગયું છે. Cyclone Mocha ના કારણે ભેજ પુરો થતાં જ પશ્ચિમી પવનોની અસર ભારત પર ઝડપથી પડી છે. જેના કારણે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં અચાનક વધારો થયો હતો અને ગરમીની લહેર જોવા મળી રહી છે.