GujaratSouth GujaratSurat

કારના બોનેટ પર યુવકને 3 કિલોમીટર સુધી ફેરવનાર સુરતના આ નબીરાએ 10 મહિના પહેલા પેટ્રોલપંપ સળગાવવાનો કર્યો હતો પ્રયાસ

સુરત શહેરમાં દેવ ડેર નામના રક નબીરાએ મંગળવારના રોજ રાત્રીના સમયે દારૂના નશામાં એક યુવકને અઢી કિલોમીટર સુધી પોતાની કારના બોનેટ પર ફેરવ્યો હતો. જો કે, ત્યારપછી આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ હવે આ નબીરા દેવ ડેરનો વધુ એક કાંડ સામે આવ્યો છે. આ નબીરાએ 10 મહિના અગાઉ ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલ પેટ્રોલ પંપ પર આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ એરગન કાઢીને પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીને માર પણ માર્યો હતો. જેમાં ઉમરા પોલીસે નબીરા દેવ ડેરની ધરપકડ કરીને તેની કાર, એરગન તેમજ દારૂની બોટલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેરમાં દેવ ડેર નામના રક નબીરાએ મંગળવારના રોજ રાત્રીના સમયે દારૂના નશામાં એક યુવકને અઢી કિલોમીટર સુધી પોતાની કારના બોનેટ પર ફેરવ્યો હતો. જો કે, ત્યારપછી આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ હવે આ નબીરા દેવ ડેરનો વધુ એક કાંડ સામે આવ્યો છે. આ નબીરાએ 10 મહિના અગાઉ ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલ પેટ્રોલપંપ પર આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ એરગન કાઢીને પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીને માર પણ માર્યો હતો. જેમાં ઉમરા પોલીસે નબીરા દેવ ડેરની ધરપકડ કરીને તેની કાર, એરગન તેમજ દારૂની બોટલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: દિલ્હીનો યુવક ડેટિંગ એપ થી સંપર્કમાં આવેલ મહિલા ને અમદાવાદની હોટલમાં મળવા ગયો અને પછી..

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પાલ વિસ્તારમાં મંગળવારના રોજ દેવ ડેર નામના એક નબીરાએ બેફામ કાર ચલાવતા મુર્ગેશ બ્રહ્મભટ્ટ નામના યુવકની કાર સાથે અથડાઈ ગઈ હતી. જેથી  મૃગેશ બ્રહ્મભટ્ટની કાર પર ઘસારો થઈ જતા તેણે આ નબીરાને કારમાંથી બહાર આવવા માટે કહ્યું હતું.પરંતું નબીરો દેવ ડેર કારની બહાર ન આવતા મુર્ગેશ બ્રહ્મભટ્ટ દેવ ડેરની કારના બોનેટ પર બેસી ગયો હતો. ત્યારે દેવ ડેરે અચાનક જ પોતાની કાર ચાલુ કરીને સ્પીડમાં ચલાવવા લાગ્યો હતો.

આ પણ વાંચો: ઓફિસમાં મહિલા સાથે ખોટા સંબંધો બદલ કલેક્ટર થયા સસ્પેન્ડ, 2008માં બન્યા IAS, જાણો કોણ છે DS ગઢવી…

આશરે બે કિલોમીટર સુધી મુર્ગેશ બ્રહ્મભટ્ટને બોનેટ પર બેસાડીને લઈ ગયો હતો.જ્યાં મુર્ગેશ બ્રહ્મભટ્ટના સાથી મિત્રો પણ દેવ આહીરની કારનો પીછો કરતા કરતા નિશાલ સર્કલ પાસે પહોંચ્યા અને ત્યાં તેમણે દેવ આહીરને ઝડપી પાડ્યો હતો. અને ત્યારપછી પાલ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે પોલીસે દેવ ડેર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.