GujaratSouth GujaratValsad

વલસાડ જિલ્લાનો આ પ્રગતિશીલ ખેડૂત ઓર્ગેનિક ફાર્મિંગથી કમાય મબલખ નફો

છેલ્લા એક મહિનાથી રાજ્યમાં ભર ઉનાળે પણ વરસાદ થવાના કારમે ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોના ઉભા પાક પણ બરબાદ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ પંથકમાં રહેતા એક પ્રગતિશીલ ખેડૂતે અનોખી કમાલ કરી છે.

જિલ્લામાં કેરીનો પાક માત્ર 15 થી 20% જેટલો જ બચ્યો છે, ત્યારે બીલીયા નામના ગામે વસવાટ કરતા રાજેશભાઈ શાહની આંબાવાડીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં વલસાડી આફૂસ સહિતની અનેક કેસર કેરીઓ ઝૂલી રહી છે. ત્યારે સૌ કોઈ એવું વિચારી રહ્યા છે કે આખરે રાજેશભાઈએ એવું તો શું કર્યું કે તેમની આંબાવાડીમાં કેરીઓ ઝૂલી રહી છે. ત્યારે આવો જાણીએ રાજેશભાઈએ કેરીના પાકને કેવી રીતે બચાવ્યો.

તમને જણાવી દઈએ કે, રાજેશભાઈ અને તેમનો પરિવાર અનેક વર્ષોથી કેરીના પાક સાથે જોડાયેલો છે. જોકે રાજેશભાઈએ કેરીના પાકમાં કરેલા અનેક સંશોધનોના પરિણામે તેઓ વલસાડ જિલ્લામાં કેરીનો સૌથી વધુ પાક મેળવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી રાજેશભાઇએ ઓર્ગેનિક ફાર્મિંગ પર વધારે ધ્યાન આપ્યું હોવાના કારણે આજે સમગ્ર વલસાડ જિલ્લામાં કેરીનો માત્ર 15 થી 20 ટકા પાક બચ્યો છે ત્યારે રાજેશભાઈના આંબાવાડીમાં કેરીઓ ઝૂલી રહી છે. અને તેઓ હાલ 3,000 રૂપિયાથી 3,500 રૂપિયા મણના ભાવે કેરી વેચીને ખૂબ નફો મેળવી રહ્યા છે.

આ પણ વાંચો: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની લેટેસ્ટ તસવીરો સામે આવી

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યમાં વધશે ગરમીનો પારો

રાજેશભાઇ સમજી ગયા છે કે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની જગ્યાએ ગીર ગાયના છાણ તેમજ અન્ય દેશી પદ્ધતિથી જ કેરીના પાકને માફક આવે છે. ગૌકૃપાને 1 દિવસ ગોળ તેમજ છાશમાં રાખી તેઓ ટપક પદ્ધતિથી પિયત કરે છે. ટપક પદ્ધતિથી ખેતી કરીને રાજેશભાઇ લાખો લિટર પાણીનો બચાવ કરે છે. સાથે જ ઓર્ગેનિક ફાર્મિંગ કરીને છેલ્લા ત્રણ વર્ષથી રાજેશભાઇ રાસાયણિક ખાતરના લાખો રૂપિયાના ખર્ચથી મુક્ત થઈ ગયા છે. રાજેશભાઇ વલસાડ જિલ્લાના બીજા ખેડૂતોને રાસાયણિક ખાતર છોડીને ઓર્ગેનિક ફર્મિંગ અપનાવીને પાક મેળવે તેવી અપીલ કરે છે.