કોરોના બાદ સતત હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળ્યો છે. દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થવાના લીધે ભૂતકાળમાં આપેલ વેક્સિન પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. એવામાં આજે આવી જ એક બાબત સામે આવી છે. ગુજરાતના 66 વર્ષીય કોંગ્રેસી નેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પરિવાર સાથે અમેરિકા ફરવા માટે ગયેલા ગુજરાતના 66 વર્ષીય કોંગ્રેસી નેતાનું હાર્ટ એટેકના મૃત્યુ નીપજ્યું છે. તેના લીધે પરિવાજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જાણકારી અનુસાર, વડોદરા ના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરી નું હાર્ટ એટેક ના લીધે મૃત્યુ નિપજ્યું છે. તે પોતાના પરિવાર સાથે વિદેશ પ્રવાસે ગયેલા હતા. એવામાં અચાનક હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવાર અને મિત્રો સાથે અમેરિકા ફરવા ગયેલા ચિરાગ ઝવેરી રાત્રે સુઈ ગયા બાદ સવાર ના ઉઠ્યા જ નહોતા.
તેના લીધે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ત્યાં હાજર રહેલા તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરી નું મૃત્યુ નીપજતા તેમના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, જો કોઈને હાર્ટ એટેક આવે તો તે દર્દીને તાત્કાલિક CPR આપવું જોઈએ. આ ટ્રિકનો ઉપયોગ કરીને દર્દીની જિંદગી ઘણી હદ સુધી બચાવી શકાય છે. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. આ પણ એક પ્રકારની પ્રાથમિક સારવાર એટલે કે પ્રાથમિક સારવાર છે. જ્યારે પીડિતને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હોય અથવા હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરીને તેનો જીવ બચાવી શકાય છે.તેના દ્વારા દર્દી માં લોહી અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થાય છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, જ્યારે પણ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે, ત્યારે તેને જમીન પર સીધો સુવડાવો અને પછી ઘૂંટણ પર તેની પાસે બેસો. આ પછી બંને હાથની હથેળીઓને એકસાથે જોડો અને પીડિત ની છાતીને જોરથી દબાવવાનું શરૂ કરો. લગભગ 100-120/મિનિટના દરે છાતી ને દબાવીને રક્ત અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થવાની સંભાવના છે.
CPR આપવાથી દર્દીનું જીવન બચે છે પરંતુ જોખમ રહે છે. તેથી, સીપીઆર પછી તરત જ, દર્દીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરો. જેથી એન્જીયોગ્રાફી કરી વધુ સારવાર શરૂ કરી શકાય. ઘણી વખત દર્દીની નસો બ્લોક થઈ જાય છે, તેવા કિસ્સામાં તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે.