સુરતમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને મોત ઘાટ ઉતારનાર ત્રણ આરોપી ઝડપાયા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાણે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુના ઓ આચરતા રહે છે. જ્યારે આજે સુરતથી આવો જ એક મામલો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં રહેનાર પ્રેમિકા તેની બહેનપણીના ઘરે ગયેલી હતી. ત્યાં તેના દ્વારા પોતાના પ્રેમીને મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. પ્રેમી યુવક પ્રેમિકાને મળવા આવ્યો હોવાની જાણ થતા જ તેના ભાઈ અને મામા અને તેના દીકરા તેમ ત્રણ લોકો ત્યાં આવી પહોંચ્યા અને તેમના દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેના લીધે યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હવે આ મામલામાં આરોપીઓ ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે.
તમને જણાવી દઈએ કે, પ્રેમિકાના ભાઈ, મામાનો છોકરો અને મામા દ્વારા ગંભીર રીતે પ્રેમી યુવકને માર મારવામાં આવ્યો હતો. પ્રેમી યુવકને ઢોર માર મારતા તે ગંભીર ઈજાના કારણે બેભાન થઈ ગયો હતો. જેથી પ્રેમી યુવક ને હોસ્પિટલમાં ખસેડતા તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકને ઢોર માર માર્યા બાદ આરોપી ઓ નાસી ગયા હતા. ત્યાર બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતાં ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ ઈસમોએ મૂઢ માર માં દોરડા અને પટ્ટાથી માર માર્યો હતો. જેથી ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થતાં તેના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. મૃતકને મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. તેણી ને મળવા ગયો હતો. આ વાતની ખબર પડતાં જ કાકા-મામાનો દીકરો અને ભાઈ એ પહોંચી જઈને માર માર્યો હતો. જેથી યુવકનું મોત થયું હતું.